પ્રથમ તબક્કામાં સરેરાશ 62 ટકા મતદાન થયું

2022-12-02 44

ગઈકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે પહેલા તબક્કાનું મતદાન થયું. સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 62 ટકા મતદાન થયું હતું. આ મતદાન 2017ની સરખામણીએ 7 ટકા ઓછું હતું. સૌથી વધુ તાપીમાં 72 ટકા મતદાન થયું તો સૌથી ઓછું મતદાન જામનગરમાં નોંધાયું. અહીં 56 ટકા મતદાન થયું હતું. ગઈકાલે 788 ઉમેદવારના ભાવિ ઈવીએમમાં સીલ થયા હતા. ગઈકાલે પહેલા ફેઝમાં સૌરાષ્ટ્ર- કચ્છ, દ. ગુજરાતમાં 60.47 ટકા મતદાન થયું હોવાનું સામે આવ્યું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Videos similaires