JNUમાં ફરી બબાલ, હવે દિવાલો પર લખ્યું- બ્રાહ્મણો ભારત છોડો

2022-12-02 414

દિલ્હી સ્થિત JNU એટલે કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં છે. જેએનયુ કેમ્પસમાં આવેલી અનેક બિલ્ડિંગ્સ પર બ્રાહ્મણ વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે. બ્રાહ્મણ વિરોધી સૂત્રોચ્ચાર સાથે JNU કેમ્પસને બદનામ કરવાની ઘટના પર JNU વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેએનયુના વાઇસ ચાન્સેલરે SIS એટલે કે સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં કેટલાક અજાણ્યા તત્વો દ્વારા દિવાલો અને ફેકલ્ટી રૂમને તોડી પાડવાની ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને સમગ્ર મામલાની તપાસ કરીને રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે.