ગુજરાતમાં પ્રથમ તબક્કામાં કચ્છ-સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકો ઉપર ગુરુવારે 62.89% ટકા મતદાન નોંધાયું છે. છેલ્લે 2017માં આ બેઠકો ઉપર 67.33 ટકા મતદાન
થયું હતું. આમ 2017ની તુલનાએ આ વખતે 5 ટકા ઓછું મતદાન રહ્યું છે. ચૂંટણી પંચે એકંદરે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હોવાનો પરંપરાગત દાવો કર્યો છે, પરંતુ કેટલીક જગ્યાએ
અનિચ્છનીય ઘટનાઓ બની હોવાના રિપોર્ટ છે.