જૂનાગઢ: ભવનાથમાં સાધુ સંતોએ મોટી સંખ્યામાં કર્યું મતદાન

2022-12-01 76

આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકો પર મતદાન છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના આ પહેલા તબક્કામાં 788 ઉમેદવારો મેદાને છે. જેમને જીતાડવા, હરાવવા માટે 19 જિલ્લાના 2 કરોડ 13 લાખ મતદારો, મતદાન કરશે. ત્યારે જૂનાગઢમાં મોટી સંખ્યામાં મતદાતાઓ મતદાન આપવા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ભારતીય સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હરીગીરી બાપુ એ કર્યું મતદાન. ગીરનાર મહામંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ એ પણ કર્યું મતદાન
મોટી સંખ્યામાં સાધુ સંતોએ એક સાથે મતદાન કર્યું, સાધુ-સંતો હોવા છતા પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી ફરજ નિભાવી.