ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે પહેલાં તબક્કાનું મતદાન યોજાવાનું છે. એ પહેલાં ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે. તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પ્રચાર-પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે તમામ પક્ષના નેતાઓ પણ પોતાની પાર્ટી જીતશે તેના દાવાઓ કરતાં હોય છે. આ બધાની વચ્ચે આજે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ દાવો કર્યો છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે.
ભરત સિંહ સોલંકીએ દાવો કરતાં કહ્યું કે કોંગ્રેસ 125 બેઠક પર જીત મેળવશે. કારણ કે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી પ્રજા પરેશાન થઇ ગઇ છે. ઇન્ડિયા શાઇનિંગ જેવી હાલ સ્થિતિ છે. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતની જનતાએ માત્ર બે જ પાર્ટીને સ્વીકારી છે. આમ આદમી પાર્ટી (આપ)ને ડિપોઝીટ બચાવવી મુશ્કેલ છે. કોંગ્રેસને સાઇલેન્ટ મેજોરિટીનો ફાયદો થશે.