કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિરૂદ્ધ કહેલા અપશબ્દો પર ઘમાસણ મચી ગયું છે. હવે રક્ષામંત્રી રાજનાથિ સંહે ખડગેના રાવણવાળા નિવેદન પર નિશાન સાંધ્યું છે. અમદાવાદમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે કોંગ્રેસ ચૂંટણીમાં અપશબ્દોનો પ્રયોગ કરી રહ્યું છે. આજના યુગમાં PM ગુજરાતની અસ્મિતાના પ્રતીક છે. કોંગ્રેસ તેની સામે ગમે તેવા આક્ષેપ કરે છે. ગમે તેવા શબ્દો બોલવાએ સ્વસ્થ રાજનીતિના લક્ષણ નથી.
રાજનાથ સિંહે આગળ કહ્યું કે પ્રધાનમંત્રી માટે કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા ઉપયોગ કરવામાં આવેલા શબ્દ માત્ર તેમના નહોતા. આ આખી કોંગ્રેસની માનસિકતાનું પરિણામ છે. તેમણે કહ્યું કે કોઇને રાવણ કહેવું નીચ કામ છે. રાજનાથ સિંહે આગળ કહ્યું કે ભાજપ તમામને સાથે લઇને ચાલનાર પાર્ટી છે. ધ્રુવીકરણની રાજનીતિમાં ભાજપ વિશ્વાસ ધરાવતું નથી. ગુજરાતની જનતા તેનો જવાબ આપશે.