શ્રદ્ધા મર્ડર કેસને લઈને સતત અનેક ખુલાસા થઈ રહ્યા છે. દરમિયાન શ્રદ્ધાની હત્યાને લઈને મહાપંચાયતમાં ખળભળાટ મચી ગયો છે. મહાપંચાયતમાં એક મહિલાએ શ્રદ્ધાની હત્યાને લઈને હોબાળો મચાવ્યો છે. દિલ્હીના છતરપુરમાં હિન્દુ એકતા મંચની પંચાયત દરમિયાન હંગામો થયો છે. એક મહિલાએ સ્ટેજ પર બેઠેલા એક વ્યક્તિ પર ચપ્પલ વડે હુમલો કર્યો.