પંજાબ: અમૃતસરમાં પાકિસ્તાની ડ્રોને ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી

2022-11-29 205

ભારતીય વિસ્તારમાં પાકિસ્તાન તરફથી આવતા ડ્રોનની ઘૂસણખોરી ચાલુ છે. હવે અમૃતસરમાં ડ્રોનની ગતિવિધિ જોવા મળી છે. સોમવારે રાત્રે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ અમૃતસરમાં પાકિસ્તાનથી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા એક શંકાસ્પદ ડ્રોનને તોડી પાડ્યું હતું. આ સમગ્ર મામલે BSFનું નિવેદન પણ સામે આવ્યું છે.
બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો તરફથી જણાવવામાં આવ્યું હતું કે, સોમવારે રાત્રે સરહદ પર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ અમૃતસર (ગ્રામીણ)માં ચાહરપુર નજીક પાકિસ્તાનથી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા એક શંકાસ્પદ ડ્રોનને તોડી પાડ્યું હતું. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને પોલીસ અને સંબંધિત એજન્સીઓને જાણ કરવામાં આવી હતી.

Videos similaires