છેલ્લી ઘડીનો પ્રચાર: અમિત શાહ 4 સભા સંબોધશે, જાણો કયાં નેતાની કેટલાં વાગ્યે સભા

2022-11-29 459

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કાના મતદાનના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે રાજકીય પક્ષો-ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવશે. પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો અને રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો વિવિધ જગ્યાએ રેલીઓ અને સભાઓ ગજવશે. આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. બીજી તરફ બીજા તબક્કાની બેઠકો પર નેતાઓનો પ્રચાર ધૂમ મચાવશે.