આજે સાંજે 5 વાગ્યે પ્રચારના ભૂંગળા શાંત થઇ જશે, આવતીકાલે કતલની રાત

2022-11-29 590

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની આગામી તા.1લીએ યોજાનાર ચૂંટણી આડે હવે માત્ર 48 કલાક બાકી છે ત્યારે સૌરાષ્ટ્રના આઠ જિલ્લાની 34 વિધાનસભા બેઠક પર આજે સાંજે 5 વાગ્યે પ્રચારના ભૂંગળા શાંત થઇ જશે. જેના પગલે જાહેર સભા, રેલી, ટોળા રૂપે ડોર ટુ ડોર પ્રચાર, સમૂહ ભોજન સહિતના આયોજનો પર આજે સાંજે 5 વાગ્યાથી બ્રેક લાગી જશે. જ્યારે બુધવારે કતલની રાત છે ત્યારે ઉમેદવારો નારાજ મતદારોના સમૂહને મનાવવા ડોર ટુ ડોર પ્રચાર કરી એડીચોટીનું જોર લગાવી દેશે.