ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ભાવનગર (ગ્રામ્ય) બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રૈવતસિંહ ગોહિલને હાર્ટ અટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમને સ્ટેન્ડ મુકવું પડ્યું છે. જેની જાણ તેમની સામેના હરિફ ઉમેદવારને થતાં તેઓએ રાજનીતિમાં સૌહાર્દ દર્શાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. ભાજપના ઉમેદવાર પરષોત્તમ સોલંકીને જાણ થતાં જ તેઓ હોસ્પિટલમાં ખબર-અંતર પૂછવાં ગયા હતા. રાજકારણમાં સ્પર્ધા ગમે તેટલી હોય પણ સંબંધ પણ એટલા મહત્વના હોય છે તે આ ઘટનાથી પુરવાર થાય છે.