ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે દ્વારકા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પબુભા માણેકના સમર્થનમાં ભાટીયામાં અને દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા બેઠકના ઉમેદવાર મુળુભાઈ બેરાના સમર્થનમાં ભાણવડમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.