PM મોદીના શિક્ષક રાસબિહારી મણિયારનું નિધન, વડાપ્રધાને ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું

2022-11-27 182

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શાળાના શિક્ષક રાસબિહારી મણિયારનું નિધન થયું છે. આજે PMએ પોતે તેમની સાથે તસવીર અને વીડિયો શેર કરીને આ દુઃખદ સમાચાર શેર કર્યા છે. મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરીને લખ્યું, 'અમારી શાળાના શિક્ષક રાસબિહારી મણિયારના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મારા જીવનમાં તેમનું અમૂલ્ય યોગદાન છે. પીએમએ વધુમાં કહ્યું કે હું જીવનના આ તબક્કા સુધી તેમની સાથે જોડાયેલો રહ્યો. એક વિદ્યાર્થી તરીકે જીવનભર તેમનું માર્ગદર્શન મેળવ્યાનો મને સંતોષ છે.