હું જીતીશ તો દારૂ વેચાવીશઃ દાંતા ભાજપના ઉમેદવાર લઘુ પારઘી

2022-11-27 340

ગુજરાતમાં ચૂંટણીને લઈ પ્રચારની મોસમ ચાલી રહી છે. ત્યારે દરેક પક્ષો ચૂંટણી જીતવા માટે કોઈ કચાસ છોડવા માંગતા નથી. તેથી મતદારોને જીતાડવા અવનવા પેંતરા અજમાવતા હોય છે. તો ક્યાંક મતોની લ્હાયમાં નેતાઓ વિવાદાસ્પદ નિવેદન આપતા હોય છે. આવો જ બનાસકાંઠાના દાંતાના ભાજપના ઉમેદવાર લઘુ પારગીનો વિવાદાસ્પદ વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થયો છે. પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારનું નિવેદન સામે આવ્યું છે. જેમાં લઘુ પારઘી કહી રહ્યા છે કે હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચાવીશ.