ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે અવનવા પેતરા અજમાવી રહ્યા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકરણ પણ ગરમાતું જાય છે. આ બધાની વચ્ચે પાટણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે.
કિરીટ પટેલનું વિવાદાસ્પદ નિવેદન
પાટણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. દિવ્યાંગ કમાને લઈ ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, કમો જો તમને જીતાડી શકતો હોય તો કમાને ટિકિટ આપી ધારાસભ્ય બનાવી કમાને ગુજરાતનો CM બનાવો એટલે ગુજરાતનો વિકાસ થશે. તમે એટલો વિકાસ કર્યો હોય તો 27 વર્ષ પછી કમા પાસે કેમ પ્રચાર કરાવો છો. અમારો પણ ભાવ બોલાતો હતો પરંતું અમને ખરીદવાની કોઈની તાકાત નથી અમે વેચાઉ માલ નથી.