PM મોદીનો ઝંઝાવાતી પ્રચાર: નેત્રંગ, ખેડા, મોટા વરાછામાં જાહેરસભા

2022-11-27 119

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ઝંઝાવાતી પ્રચાર કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નેત્રંગ, ખેડા અને સુરતમાં જાહેરસભા સંબોધશે. બપોર બાદ વડાપ્રધાન મોદી સુરત પહોંચી રહ્યા છે. એક દાયકા બાદ તેઓ શહેરના સૌરાષ્ટ્રવાસી વિસ્તાર મોટા વરાછામાં જાહેરસભા ગજવશે. તે પહેલાં સુરત એરપોર્ટથી મોટા વરાછા સભા સ્થળ સુધીના નક્કી રૂટ ઉપર પ્રધાનમંત્રીનું શહેર ભાજપ દ્વારા હરખભેર સ્વાગત કરવામાં આવશે. ભાજપના કર્મયોગી એવા કાર્યકરો અને આગેવાનો દ્વારા વિવિધ પોઇન્ટ ઉપર ઊભા રહી વડાપ્રધાનનું અભિવાદન કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીના સુરત આગમનને લઇ શહેર ભાજપમાં ઉત્સાહનો એક નવો જ સંચાર જોવા મળ્યો છે.