ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ રાજ્યમાં મતદારોને રિઝવવા માટે સભા ગજવી રહ્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે તેમના મતવિસ્તારમાં બપોરે રોડ શૉ કર્યો હતો ત્યારબાદ રાત્રે સોલા વિસ્તારમાં અન્ય ભાષા ભાષી સેલ સાથે જાહેર સભાને સંબોધન કર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલના સંબોધનના મુખ્ય મુદ્દા.