ગીર સોમનાથમાં યોગી આદિત્યનાથે સભા સંબોધી

2022-11-26 218

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે ગીર સોમનાથમાં સભા યોજી હતી. CM યોગી સોમનાથ મહાદેવના દર્શન કરી સભા સ્થળે પહોંચ્યા હતા અને સભાને સંબોધન કર્યું હતું. CM યોગીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં ભારતની વિરાસતને વિકસિત કરવાની સાથે સન્માન મળી રહ્યું છે. સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા બનાવી સન્માન આપવાનું કામ મોદી સરકારે કર્યું છે. કોંગ્રેસે આવું સન્માન સરદાર પટેલને ક્યારેય આપ્યું નથી.