ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. રાજ્યની 182 વિધાનસભા સીટોની ચૂંટણી માટે દરેક પાર્ટીઓ પ્રચાર-પ્રસારમાં લાગી ગઈ છે. દરેક પોર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકો મેદાને ઉતાર્યા છે. જે રાજ્યમાં ઠેર ઠેર સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટીદારોના ગઢમાં જાહેરસભા અને રોડ-શો કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન 27 નવેમ્બરે સુરતના ગોપીન ફાર્મમાં સભા સંબોધશે.