ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે દરેક પક્ષો પ્રચાર-પ્રસારમાં કોઈ કચાસ છોડી રહ્યા નથી. ઠેર ઠેર સભાઓ અને રેલીઓ દ્વારા મતદારોને રીઝવવા અવનવા પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે રાધનપુર ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. સતત બીજા દિવસે લવિંગજીનો વીડિયો વાયરલ થતાં ભારે ચર્ચા થઇ રહી છે. ગઈકાલે તેમનો બાળકીને રૂપિયા આપતો વીડિયો સામે આવ્યો હતો. જ્યારે આજે સંતવાણી કાર્યક્રમમાં લવિંગજીનો નોટોને વરસાદ કરતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો તેમણે ખુદ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.