ભરૂચના વાઘરામાં અમિત શાહે સભા સંબોધી

2022-11-26 17

અમિત શાહે સભામાં કહ્યું ગુજરાતમાં એક જ દાદા હનુમાન દાદા છે. તેઓએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ભાજપની સરકાર આવ્યા બાદ ફક્ત એક જ દાદા છે. રામ મંદિર 1 જાન્યુઆરી 2024માં ભવ્ય રામમંદિર તૈયાર હશે તેવો દાવો પણ શાહે ચૂંટણીમાં કર્યો છે. બીજેપીના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાનીએ આપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. આ સિવાય સીએમ પટેલે વિસાવદરની સમસ્યા ધ્યાનમાં હોવાનું જણાવ્યું છે. 27 અને 28મીએ ફરીથી પીએમ મોદી ગુજરાતની મુલાકાત લેશે અને સાથે જ ચૂંટણી સભાઓ સંબોધશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.