રાજકોટના સમૂહ લગ્નમાં ચૂંટણી પૂર્વે મતદાન જાગૃતિ જોવા મળી

2022-11-25 124

રાજકોટમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે મતદાન જાગૃતિ જોવા મળી છે. જેમાં રાજકોટના સમૂહ લગ્નમાં દંપતી દ્વારા હા હું મતદાન કરીશ તેવા પ્લે કાર્ડ લઇ મતદાન માટે જાગૃતિ ફેલાવામાં

આવી છે. ક્રિષ્ના યુવા ગ્રુપના સમૂહલગ્નમાં આઠ દંપતીઓએ મતદારને મેસેજ આપ્યો છે. લોકશાહી પર્વમાં મતદાન કન્યાદાન જેટલું જ મહત્વ છે તેમ આયોજક વિજય વાંકે જણાવ્યું છે.