INDvsNZ ODIમાં જોવા મળ્યો કમાલ, સુંદરના શોટથી ચાહકો થયા ખુશ

2022-11-25 319

ભારતને 3 મેચની સીરિઝની શરૂઆતમાં વનડેમાં ન્યૂઝીલેન્ડના વિરોધમાં પહેલા બેટિંહ કરતા 7 વિકેટમાં 306 રન બનાવ્યા હતા. ભારત માટે શ્રેયસ ઐય્યરે સૌથી વધુ 80 રન બનાવ્યા તો કેપ્ટન શિખર ધવને 72 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે લૉકી ફગ્યૂસન અને ટિમ સાઉદીએ 3-3 વિકેટ લીધી. ભારતની બેટિંગમાં છેલ્લા સમયે વોશિંગ્ટન સુંદરે ધમાલ મચાવી અને 16 બોલમાં 37 રન બનાવ્યા. આ સમયે તેણે 3 છગ્ગા અને 3 ચોગ્ગા રમ્યા. સુંદરે 231.25ના સ્ટ્રાઈક રેટની સાથે રન બનાવીને કમાલ કર્યો. સુંદરે પોતાની બેટિંગથી એવા શોટ રમ્યા જેણે ફેન્સ જ નહીં પણ બોલર્સને પણ હેરાન કર્યા. સોશિયલ મીડિયા પર સુંદરના વખાણ થઈ રહ્યા છે.