450 કિલોમીટરનું અંતર કાપીને 5 ગોવાળ અને 25 ગાય દ્વારકા પહોંચી

2022-11-24 797

લમ્પી રોગ ફેલાતાં કચ્છના રહેવાસી મહાદેવભાઈ દેસાઈએ દ્વારકાધીશની માનતા રાખી હતી કે લમ્પી રોગથી મારી ગાયોને બચાવી લેજો. મહાદેવભાઈને 25 જેટલી ગાય છે. તેમની માનતા બાદ 25માંથી એક પણ ગાયને લમ્પી રોગની અસર થઈ ન હતી. અને અન્ય જગ્યાએ પણ કોઈ લમ્પી રોગના કેસ જોવા મળ્યા નથી. આ માનતા પૂરી થતાં જ મહાદેવભાઈ દેસાઈ અને અન્ય 4 ગોવાળ 25 ગાય સાથે મધરાત્રીએ દર્શન કર્યા હતા. 5 ગોવાળ અને 25 ગાયોએ 450 કિલોમીટરની પદયાત્રા કરી હતી.

Videos similaires