ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં નેતાઓ ચૂંટણી પ્રચારમાં બરાબરના જોતરાઇ ગયા છે. ભાજપનો સમગ્ર રાજ્યમાં ઝંઝાવાતી પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સંદેશ ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી તેના અંશો અમે આપને અહીં જણાવીશું.
મનસુખ માંડવિયાએ ઇન્ટરવ્યુમાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે તો આપને કોઇ ભાવ જ આપ્યો નહીં એવું લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે અમારી સીધી લડાઇ કોંગ્રેસ સાથે છે આમ આદમી પાર્ટી કયાંય મેદાનમાં જ નથી. પરંતુ તેમણે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ માટે કહ્યું કે તેઓ અમારા સંસ્કાર પ્રમાણે વર્તી રહ્યા છે. કોંગ્રેસ મોહનસિંહ રાઠવા જેવા નેતાઓને સાચવી શકયું નહીં. એટલે એમને (મોહનસિંહ રાઠવા) થયું કે આ લોકો સુધરશે નહીં. પરંતુ ચૂંટણીના મેદાનમાં તમારે ચૂંટણીને ગંભીરતાથી જ લેવી પડે.