સાબરકાંઠામાં BJPના કાર્યક્રમોમાં લોકો ન આવતા ડાન્સર ઉતાર્યા

2022-11-23 211

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ નેતાઓએ પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે. ઠેર ઠેર સભાઓથી લઈને રેલી દ્વારા નેતાઓ મતદારોને રીઝવવા પ્રયાસ કરતા હોય છે. ત્યારે સાબરકાંઠામાં આ બધાથી ઉલટું જોવા મળી રહ્યું છે. ભાજપના કાર્યક્રમોમાં લોકો ન આવતા હવે ડાન્સરો ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે.