ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ થયો છે અને સાથે જ ભાજપમાં જોરશોરથી પ્રચાર કરવા માટે નેતાઓ મેદાને ઉતરી ચૂક્યા છે. યોગી આદિત્યનાથ અને જેપી નડ્ડા સહિતના અનેક નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. રવિ કિશને પ્રચાર કરતા કહ્યું કે ભાજપ જીતશે, ગુજરાતના લોકો સમજદાર છે. તેઓએ કહ્યું કે ગુજરાતની જનતા બુદ્ધિમાન છે અને ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આવતીકાલે અમિત શાહ ફરીથી સભાઓ સંબોધશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.