ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારના ભાગ રૂપે થરાદ ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી એક સભામાં સંબોધન કરી રહ્યા હતા. ત્યારે તેમણે એક ગર્ભિત ધમકી આપી હતી. ફોન કરનારને તેમની જ ભાષામાં સમજાવવાની સ્ટેજ પરથી શંકર ચૌધરીએ ધમકી આપી.
કામ કરતાં કરતાં કોઇ કાર્યકર્તા કે પ્રજાજનોને કોઇ રંઝાડવાનું પ્રયત્ન કરશે તો એ મારા કાર્યકર્તા સામે દુશ્મનાવટ કરી છે એમ નહીં પણ મારી સામે દુશ્મનાવટ કરી છે એમ માનજો. મુશ્કેલ સમયમાં અડધી રાત્રે પણ માથું આપવાવાળો નેતા છે. બિંદાસ્ત ભાજપના કાર્યકર્તાઓ કામ કરે. આપણે ઝઘડા કરવા નહીં વિકાસ કરવા માટે કામ કરવા આવ્યા છીએ. આપણે પ્રજાના ભલા માટે કામ કરીએ તો કેમ તમે પ્રચારમાં બહુ દોડો છો? એવું કહે તો નંબર આપજો. ચૂંટણી લડીએ છીએ એટલે દોડીએ છીએ. આવા લોકોને એમની ભાષામાં સમજાવીશું.