માંગરોલીયા ગામના 100 વર્ષીય વૃદ્ધાએ મતદાન કર્યું

2022-11-22 102

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના મતદાનના પ્રથમ તબક્કાને લઈને આ વખતે સિનિયર સિટીઝનો માટે મતદાનની અલગ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરત જિલ્લાની મહુવા વિધાનસભામાં આજે 80 વર્ષથી ઉપરના મતદારોનું બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં બારડોલી તાલુકાના માંગરોલીયા ગામના 100 વર્ષીય વૃદ્ધાએ મતદાન કર્યું હતું.