ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાં 1621 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે

2022-11-22 270

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો માટે ઉમેદવારોનું આખરે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યની તમામ 182 બેઠકો પર તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો સહિત 1621 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. આ ઉમેદવારોમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારો સુરતમાંથી ઉભા રહ્યા છે.

ચૂંટણીનું ચિત્ર થઇ ગયું ફાઇનલ
બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસ બાદ હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીમા ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટ છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં છે જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. 1લી ડિસેમ્બરે પહેલા તબક્કાનું મતદાન થશે. જ્યારે 5મી ડિસેમ્બરે યોજાનારી બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે.

Videos similaires