કોંગ્રેસને 24 વર્ષ પછી મલ્લિકાર્જુન ખડગે બિન-ગાંધી અધ્યક્ષ મળ્યા છે. પદભાર સંભાળીને તરત જ ખડગે ચૂંટણીપ્રચારમાં લાગી ગયા હોવા છતાં, 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં પરિવર્તનના એક મહિના પછી ગાંધી પરિવારનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ મુખ્યાલયના સત્તાવાર હોર્ડિંગ બોર્ડમાંથી હજુ પણ ખડગેનો ફોટો ગાયબ છે. તેમનો ફોટો પાર્ટીના મુખ્ય પદાધિકારીઓના રૂમમાં હજુ સુધી લગાવવામાં આવ્યો નથી. જ્યારે સોનિયા ગાંધીએ કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળ્યું અથવા જ્યારે રાહુલ ગાંધી મહાસચિવ બન્યા અને પછી પક્ષના વડા બન્યા ત્યારે આવું બન્યું ન હતું.