મોરબી દુર્ઘટના કેસ: સુપ્રીમ કોર્ટે CBI તપાસની માંગ ફગાવી

2022-11-21 201

મોરબી ઝૂલતા પુલ અકસ્માતની તપાસ અંગે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતમાં 130થી વધુ લોકોના મોત થયા હતા. આ અરજી પર સુનાવણી કરતી વખતે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટ મોરબી બ્રિજ અકસ્માતની સ્વતંત્ર તપાસના મામલાની સુનાવણી ચાલુ રાખશે. હાલમાં સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસ, રાહત, પુનર્વસન અને વળતર પર દેખરેખ રાખવાની સાથે જ સુનાવણી સમયબદ્ધ રીતે થવી જોઈએ. SC એ ન્યાયિક/CBI તપાસનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. SCએ કહ્યું કે ગુજરાત હાઈકોર્ટ પહેલાથી જ તપાસ પર નજર રાખી રહી છે. હાઈકોર્ટે અરજદારોના મુદ્દાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ અને અરજદારો પણ હાઈકોર્ટમાં તેમના મંતવ્યો રજૂ કરી શકે છે.

Videos similaires