ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને લઇ હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે. ત્યારે દરેક પક્ષના નેતાઓ ઝંઝાવાતી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે અમિત શાહ પણ દેવભૂમિ દ્વારકામાં પ્રચાર પ્રસાર માટે પહોંચ્યા છે. અમિત શાહે દ્વારકાધીશને નમન કરીને અને જંગી સભાને સંબોધી હતી.
રાહુલ ગાંધી પર અમિત શાહના પ્રહાર
કોંગ્રેસે બોર્ડ લગાવ્યા પણ સત્તામાં નથી તો શુ કામ કર્યુ. કોંગ્રેસની પુરી તાકાત જાતિવાદના આધાર પર છે. 370 હટાવી ત્યારે બૂમો પાડતા હતા. હવે કોઈ કાંકરીચાળો નથી થયો. રાહુલ ગાંધી ગુજરાતમાં જ છે તો જવાબ આપો. 70 વર્ષ સુધી છોકરાની જેમ ખોળામાં લઈ ફરતા હતા. બેટ દ્વારકાના દબાણ પર કોંગ્રેસ હજી બુમો પાડે છે.