કોર્ટમાં કલાઇમેક્સ સીન: કેમિકલ સ્પ્રે બાદ ધુમાડાના ગોટેગોટા, 2 આતંકીઓ નાસી છૂટયા

2022-11-21 425

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મોતની સજા પામેલા બે આતંકી કોર્ટમાં ભાગી ગયા. આ બંને આતંકવાદીઓને બાંગ્લાદેશી-અમેરિકન બ્લોગર અવિજીત રોય અને તેના પ્રકાશકની હત્યા મામલામાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આતંકવાદીઓના કોર્ટમાંથી ભાગી જવાની આખી એકદમ ફિલ્મી સ્ટોરી જેવું છે.

આ બંને આતંકીઓને રવિવારે ઢાકા કોર્ટમાં પ્રોડક્શન માટે લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક મોટરસાઇકલ સવારો આવે છે, આ મોટરસાઇકલ સવારો આ કેદીઓને જોતાની સાથે જ કેમિકલનો છંટકાવ કરે છે, કે તરત જ ત્યાં ધુમાડાના વાદળો સર્જાય છે.