ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નામાંકન અને નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આજે ઘણા દિગ્ગજ નેતાઓ પોતપોતાના પક્ષો અને ઉમેદવારો માટે પ્રચાર કરતા જોવા મળશે. એક તરફ ગુજરાતની સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ફરી સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. સાથે જ કોંગ્રેસે પણ ચૂંટણીમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. તમામ રાજકીય પક્ષોએ તેમના દિગ્ગજ નેતાઓને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ઉતાર્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 21 નવેમ્બરે મોટા નેતાઓ ચૂંટણી સભાઓ કરશે. PM મોદી ભાજપના ઉમેદવારો માટે ત્રણ રેલીઓ કરશે, જ્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ કોંગ્રેસ માટે વોટ માંગતા જોવા મળશે.