ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકાણ ગરમાયું છે ત્યારે આ વર્ષે ગુજરાતમાં ત્રીપાખીયો જંગ જોવા મળશે. હાલમાં દેશના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે જનસભાને સંબોધી રહ્યા છે તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ રેલી અને જનસભાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન પંચમહાલના હાલોલ ખાતે કેજરીવાલના રોડ શોમાં 'મોદી મોદી'ના નારા લાગ્યા હતા. કેજરીવાલનો હાલોલના કંજરી બાયપાસથી હાલોલ બસ સ્ટેન્ડ સુધી કેજરીવાલનો રોડ શો યોજાયો હતો.