ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ સહિતના ઉમેદવારો દ્વારા નામાંકન કરવામાં આવ્યું. આજદિનસુધીમાં જિલ્લાની પાંચ બેઠકો પર કુલ 125 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં સૌથી વધુ ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પર કુલ 28 જેટલા ઉમેદવારી પત્રો ભરાયા છે. આજે ઉમેદવાર તરીકે નામાંકન કરવાનો છેલ્લો દિવસ હતો. બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારો નામાંકન કરવા માટે દોડતા જોવા મળ્યા હતા.