આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો એક વીડિયો વાયરલ થયો છે. છેલ્લા લગભગ ચાર મહિનાથી તિહાર જેલમાં બંધ મંત્રીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સત્યેન્દ્ર જૈન મસાજ કરતા જોવા મળે છે. મંત્રી સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગના આરોપમાં જેલમાં છે. વીડિયો સામે આવ્યા બાદ હવે વિપક્ષી દળોની પ્રતિક્રિયા આવવા લાગી છે.