મોરબી સહિત સમગ્ર દેશને હચમચાવી નાખનાર ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં એક તરફ મૃતક પરિવાર અને તેમના સ્વજનો ભોગ લેનારાને સજા થાય તેવું ઈચ્છી રહ્યા છે. તો બીજી તરફ આરોપીઓની કોર્ટમાં જામીન અરજી થવા લાગી છે. મોરબીની અદાલતમાં આરોપીએ જામીન મેળવવા અરજી કરી છે. આ કેસમાં મોરબી કોર્ટમાં આગામી 21મી નવેમ્બરે સુનાવણી હાથ ધરાશે.
મોરબીનો ઝૂલતો પુલ ગઇ 30મી ઑક્ટોબરના રોજ તૂટતા 135 નિર્દોષ લોકોના ભોગ લેનારી દુર્ઘટના બાદ જ્યારે સમગ્ર દેશમાં દોષિતોને સજા આપવાની માંગણી કરી રહ્યા છે. ત્યારે ઝુલતા પુલની દુર્ઘટના કેસમાં સાત આરોપીઓ એ જામીન મેળવવા અરજી કરી છે. ફેબ્રિકેશનનું કામ કરનાર પ્રકાશ પરમારે અગાઉ અરજી કરી હતી જ્યારે બાકી રહેલા સાત આરોપીએ જામીન અરજી કરી.