ભાજપ રેકોર્ડબ્રેક સીટ જીતશે, AAPના તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થશે: નડ્ડા

2022-11-19 330

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપ ધુંઆધાર પ્રચાર-પ્રસાર કરી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા રાજકોટમાં પ્રચાર કરવા આવ્યા છે ત્યારે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતાં ભાજપની રેકોર્ડ બ્રેક જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં બીજેપી જબરદસ્ત બહુમતી સાથે ચૂંટણી જીતી રહી છે. તેમણે કહ્યું કે ભાજપ રણનીતિના ભાગરૂપે જ પ્રચાર કરી રહી છે.

ગુજરાત વિરોધી મેઘા પાટકરની સાથે રાહુલ ફરી રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓ ગુજરાત વિરોધીઓ સાથે ફરી રહ્યાં છે. ધુંઆધાર પ્રચાર એ ભાજપની રણનીતિ છે અને એ આ ચૂંટણીમાં પણ આગળ વધારી રહ્યા છે. મેધા પાટકર સાથે રાહુલ ગાંધીનું ફરવું એ સાબિત કરે છે કે કોંગ્રેસ અને રાહુલ ગુજરાત અને નર્મદા વિરોધી તત્વો સાથે છે.