જામનગરમાં ભાજપની સભામાં હોબાળો, સ્થાનિકોએ રાઘવજી પટેલનો ઘેરાવો કર્યો

2022-11-19 666

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ડોર ટુ ડોર પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે જામનગરના નવાનાગનામાં સરકારમાં મંત્રી એવા રાઘવજી પટેલને સ્થાનિક લોકોનો રોષ સહન કરવો પડ્યો હતો.

જામનગરના નવાનાગનામાં ભાજપની સભામાં હોબાળો થયો છે. ઉમેદવાર અને કૃષિ મંત્રી પ્રચાર માટે પહોંચતા સ્થાનિકોએ ઘેરાવો કર્યો હતો. ગામના સ્થાનિકના પ્રશ્નને લઈ રાઘવજી પટેલનો ઘેરાવ કર્યો હતો. રાઘવજી પટેલની સભા દરમિયાન ગ્રામજનોએ હોબાળો કર્યો હતો.

Videos similaires