PM મોદી ગુજરાતમાં કરશે ઝંઝાવાતી પ્રચાર: 3 દિવસમાં 8 જનસભાઓ સંબોધશે

2022-11-19 611

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ધમધામટ જોવા મળી રહ્યો છે. પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દેવાયો છે. PM મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 3 દિવસ વિવિધ બેઠકો પર સભા સંબોધશે. PM મોદી 3 દિવસમાં 8 જનસભાઓ સંબોધશે. સાંજે 6 વાગ્યે PM મોદી દમણ પહોંચશે. ત્યારબાદ રાત્રે 8 વાગ્યે વલસાડમાં જાહેરસભા સંબોધશે. આવતીકાલે PM મોદી સોમનાથ મંદિરમાં દર્શન કરશે અને વેરાવળ તેમજ ધોરાજીમાં સભા સંબોધશે. અમરેલી અને બોટાદમાં પણ સભા સંબોધશે. ત્યારબાદ 20 નવેમ્બરે PM મોદી ગાંધીનગર રાત્રિરોકાણ કરશે. 21 નવેમ્બરે સુરેન્દ્રનગર, જંબુસર, નવસારીમાં સભા સંબોધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે જ ટ્વિટ કરીને કહ્યું હતું ક તેઓ આવતીકાલે વલસાડમા સભાને સંબોધન કરીશ.