T20 વર્લ્ડકપ 2022 પૂર્ણ થયા બાદ ટીમ ઇન્ડિયા ત્રણ મેચની T20 અને ત્રણ મેચની ODI સિરીઝ રમવા ન્યૂઝીલેન્ડ પહોંચી છે. આજે T20 સિરીઝની પ્રથમ મેચ વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં યોજાવાની હતી. જેમાં T20 વર્લ્ડકપ 2022ની સેમીફાઈનલિસ્ટ ટીમો ભારત અને ન્યૂઝીલેન્ડનો સામનો હતો. પ્રથમ મેચમાં જ સતત વરસાદના કારણે ટોસમાં વિલંબ થયા બાદ આખરે મેચને રદ્દ કરવામાં આવી હતી.