ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભાગ રૂપે ઝંઝાવાતી પ્રચાર અભિયાનની શરૂઆત કરી દીધી છે. આજે પ્રથમ તબક્કાના મતદાન વિસ્તારમાં રેલીઓ અને પ્રચારના ભાજપે શ્રીગણેશ કરી દીધા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ નવસારીમાં સભા ગજવી છે.
ગુજરાત દેશને દિશા આપનારી ધરતીઃ નડ્ડા
જે.પી.નડ્ડાએ સભા સંબોધતા કહ્યું કે ગુજરાત સંતોની ભૂમિ છે, સિંહોની ભૂમિ છે, આ દેશને દિશા આપનારી ભૂમિ છે, ઇતિહાસ આ વાતનો સાક્ષી છે. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલનો સંબંધ પણ ગુજરાતથી છે. પરિવર્તનની ગંગોત્રી છે ગુજરાતની ધરતી. વિકાસની દ્રષ્ટિએ ગુજરાત વિશ્વમાં સ્થાપિત થયું છે. અત્યાર સુધી તમામ પક્ષોએ વોટ બેન્કની રાજનીતિ કરી.