આજે ભારત અવકાશમાં એક નવા યુગની શરૂઆત કરવા જઈ રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દેશનું પ્રથમ પ્રાઈવેટ રોકેટ 'વિક્રમ-S' લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ રોકેટ (વિક્રમ-એસ) હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. 'વિક્રમ-એસ'નું પ્રક્ષેપણ આજે (શુક્રવારે) સવારે 11:30 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થશે. આ મિશનને 'પ્રરંભ' નામ આપવામાં આવ્યું હતું. આનાથી દેશના અવકાશ ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્રના પ્રવેશને પણ નવી ઊંચાઈ મળશે.