કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરનારા કાર્યકર્તાઓને પાર્ટીએ પાણીચું પકડાવ્યું છે. તોડફોડ કરનારા કાર્યકર્તાઓ સામે શિસ્તભંગના પગલા લેવાયા છે. NSUI અને યુથ કોંગ્રેસના 12 હોદ્દેદારો ને સસ્પેન્ડ કરાયા છે. જમાલપુરની બેઠક પર ઇમરાન ખેડાવાળાને ટિકિટ મળતા પ્રદેશ કાર્યાલયે વિરોધ નોંધાવ્યો હતો. ભરતસિંહ સોલંકીના નામે વિરોધ કરી પ્રદેશ કાર્યાલયમાં તોડફોડ કરી હતી.