ધવલસિંહ આજે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી

2022-11-17 754

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ દરેક રાજકીય પક્ષમાં ટિકિટ મેળવવા માટે લાઈન લાગી હતી. જે નેતાઓને ટિકિટ ન મળી તે પક્ષની વિરૂદ્ધ થઈ ગયા અને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટીને 10 જેટલી બેઠકો પર અપક્ષ ઉમેદવાર નડી શકે તેમ છે. બાયડના સીટિંગ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આજે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી. તેમજ ખેરાલુના સાંસદના ભાઈ રામસિંહ ઠાકોર પણ નારાજ જોવા મળી રહ્યાં છે. રામસિંહે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી શકે છે. માણસાથી અમિત ચૌધરીની પણ ટિકિટ કપાતા તેમના સમર્થકો નારાજ છે. વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. પાદરાથી દિનેશ પટેલ નારાજ છે. ઉત્તર ગુજરાતની 10 બેઠકો પર ભાજપને મોટી અસર થશે. સમર્થકો નારાજ થતા ભાજપ અને કોંગ્રેસની વિકટ સ્થિતિ છે.