મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે તેમના જન્મદિવસ પર મંદિરના આકારની કેક કાપી હતી. તેનો વીડિયો વાયરલ થયા બાદ હોબાળો મચ્યો હતો. કમલનાથ અને કોંગ્રેસ બંને પર નિશાન સાધતા ભાજપે તેને હિન્દુઓનું અપમાન ગણાવ્યું છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કમલનાથ મંદિર જેવા આકારની કેક કાપી રહ્યા છે. કેક પર ભગવો ધ્વજ અને હનુમાનજીનો ફોટો દેખાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો મંગળવારનો છે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે આ કેક પોતાના છિંદવાડા સ્થિત ઘરે કાપી હતી.