જામનગરમાં કોંગ્રેસના અગ્રણીએ સંસારમાંથી સન્યાસ લેવા માટે ધાર્મિક કાર્યક્રમો પ્રારંભ કર્યા છે. જેમાં હવે તેઓ સંસારીક જીવન છોડીને શિવ મંદિરમાં સેવા કરશે. ગુજરાત પ્રદેશ કિસાન
કોંગ્રેસના વાઈસ ચેરમેન, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તથા વર્લ્ડ પાવર લીફટીંગ ચેમ્પિયન એવા કર્ણદેવસિંહ જાડેજાએ સંસારીક જીવન ત્યાગ કરીને ભગવો ધારણ કરવાની જાહેરાત કરી
હતી. જે મુજબ આજે તેઓ દ્વારા ધાર્મિક કાર્યક્રમો જેવા કે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કર્યું હતું.