ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ વધુ તેજ બની છે. આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી પર તેમના ઉમેદવાર કંચન જરીવાલાના અપહરણનો આરોપ લગાવ્યો છે. જેથી આજે જરીવાલા પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચવા પોલીસ સુરક્ષા વચ્ચે ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીએ સુરત પૂર્વ વિધાનસભા બેઠક પરથી જરીવાલાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
દિલ્હીના ડેપ્યુટી સીએમ અને AAP નેતા મનીષ સિસોદિયા હવે જરીવાલાના નામાંકન પાછું ખેંચવાને લઈને ચૂંટણી પંચ પાસે પહોંચ્યા છે. તેમણે કહ્યું કે મેં ચૂંટણી પંચમાં જવા માટે બપોરે બે વાગ્યાનો સમય રાખ્યો હતો, પરંતુ હવે ઈમરજન્સીની સ્થિતિ છે. એટલા માટે મારે આ બાબતે વહેલી તકે વાત કરવી છે. સિસોદિયા ચૂંટણી પંચની ઓફિસ બહાર ધરણા પર બેઠા છે.